
ગુજરાતમાં અકસ્માતની હારમાળ સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં અરવલ્લીમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં મોડાસા શહેરમાં નશાની હાલતમાં બાઇક હંકારતા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. હોળી-ધુળેટી અને રમજાન જેવા પવિત્ર તહેવારોમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. મોડાસાના માલપુર રોડ પર આ ઘટનાએ સ્વરુપ લીધું જેમાં નશાની હાલતમાં બાઇક સવારે રાહદારીને અડફેટે લીધા હતા જેમાં બાઈક ચાલક સહિત રાહદારી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યા હતા.
નંબર વગરની બાઈક લઈ શંકાસ્પદ બાઈક ચાલકે શંકાના દાયરામાં આવ્યા છે. અકસ્માતમાં બાઈક ચાલક અને રાહદારી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામ્યા છે. બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. લોકોના ટોળાએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા હતા.