Video: રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં જાનહાનિ વધતા તંત્ર માટે આ માથાનો દુખાવો બન્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી બ્રિજ હનુમાન મંદિર પાસે રાજસ્થાનના રતનપુરથી પૂરપાટ આવતી કાર ધડાકા સાથે પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. અકસ્માત અંગેની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગાંધીનગર પાર્સિંગની કારમાંથી બે લોકોને બહાર કાઢી ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આ બે ઈજાગ્રસ્તોના નામ-સરનામા અંગે તપાસ હાથ ધરી પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારના
લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.