
Banaskantha News: ગુજરાત જાણે ડ્રગ્સ માફિયાઓનું હબ બની ગયું હોય તેમ સતત ગુજરાતમાં ઠેક ઠેકાણેથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. એવામાં બનાસકાંઠામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જ્થ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદના ખોડા ચેક પોસ્ટ બોડર ઉપર 37 લાખથી વધુનું એમડી ડ્રગ્સ સાથે તેની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના બે યુવકો સાથે 375 ગ્રામ ડ્રગ્સ સાથે 37,50,300 રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. 24 વર્ષીય રાકેશકુમાર હિરારામજી પ્રેમારામજી તેમજ મોહમદ અબ્દુલ મોખા નામના આરોપીને એમડી ડ્રગ્સની વિપુલ માત્રા સાથે ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપી પાડવામાં આવ્યા છે.