ગુજરાતના બનાસકાંઠામાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
કેનાલમાં કાર ખાબકી, 3 બાળકો સહિત 4ના મોત
બનાસકાંઠામા વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 4ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 બાળકો અને એક પુરુષનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર દિયોદરના ભેંસાણા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં કેનાલમાં ખાબકી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાની હજુ શોધખોળ ચાલી રહી છે.