
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અંબાજી નજીક ઘાટીમાં કારનું સંતુલન ગુમાવતા ટાયર ફાટ્યું હતું. કારમાં 10 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકો ઘાયલ થયા છે તો 2 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ટેબડા ગામના લોકો બાબરી માટે અંબાજી આવ્યા હતા.
કારમાં સવાર તમામ લોકોને હોસ્પિટલમાં કર્યા દાખલ
અંબાજીમાં બાબરીની વિધી પૂર્ણ કર્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર તમામ લોકોને ઈજાગ્રસ્ત સ્થિતિમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
2 લોકોની સ્થિતિ વધુ ગંભીર બની
ઉલ્લેખનીય છે કે 2 લોકોની સ્થિતિ વધુ ગંભીર બની હતી. હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અંબાજી નજીક રાણપુર ઘાટીમાં કારનું ટાયર ફાટ્યું હતું.