Banaskantha News : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ પોતાના ગામ અબાસણ પહોંચ્યા હતા. અબાસણ ગામના બે યુવાનો BSFની છ મહિનાની ટ્રેનીંગ પૂરી કરી વતન પહોંચતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજરી આપવા માટે ગેનીબેન ઠાકોર અબાસણ ગામ પહોંચ્યા હતા. અબાસણના ગ્રામજનોએ ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કર્યું તેમજ તેમને ઘોડા પર બેસાડી ગામમાં ફેરવ્યા હતા. કાર્યક્રમ બાદ ગેનીબેને બનાસકાંઠામાં ભવ્ય જીત અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

