Home / Gujarat / Banaskantha : Banaskantha news: Live power wire falls in Amirgarh, causing stampede all around

Banaskantha news: અમીરગઢમાં લાઈવ વીજ વાયર તૂટી પડતા ચારેબાજુ નાસભાગ

Banaskantha news: અમીરગઢમાં લાઈવ વીજ વાયર તૂટી પડતા ચારેબાજુ નાસભાગ

Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં આવેલા મહત્ત્વના તાલુકા એવા અમીરગઢમાં તંત્ર દ્વારા અત્યારે પ્રી-મોન્સૂનની કામગીરી ચાલી રહી છે. વળી હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ વહેલું આવવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે અમીરગઢમાં બજારમાં વીજ વાયરમાં ફોલ્ટ સર્જાયો હતો, જેથી લાઈટનો જીવંત વાયર તૂટીને એક મકાન પર પડયો હતો. જેના લીધે ચારેબાજુ અફરાતફરીનો માહોલ છવાયો હતો. ઘડીભરમાં વાયરને લીધે નાસભાગ મચી જવા પામી હતી. જેના લીધે તંત્રના પ્રી-મોન્સૂનની કામગીરી પેપર પર રહી જતા મોટો ફિયાસ્કો થયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમીરગઢમાં આજે સવારે 21 મે બુધવારે સવારે અચાનક વીજ વાયરમાં ફોલ્ટ જતા ધડાકા સાથે જીવંત વાયર તૂટીને મકાન પર પડયો હતો. જેથી લોકોમાં ડરનો માહોલ થયો હતો. મકાન પર વાયર પડતા છત પર સુકાઈ રહેલા કપડામાં આગ લાગી હતી. જો કે વાયર નીચે ન પડચા મોટી જાનહાનિ ટળી હતી. અમીરગઢમાં વાયર તૂટવાની અને વીજલાઈનમાં ફોલ્ટ આવવાના કિસ્સાથી લોકોમાં ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત અમીરગઢમાં તંત્રના પ્રી-મોન્સૂનની કામગીરી કાગળ પર રહેતા ફિયાસ્કો થવા પામ્યો હતો. જો કે લોકોએ ફોન કરી વીજલાઈન બંધ કરાવતા મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદઅમીરગઢના લોકોમાં રાહતનો શ્વાસ લીધો હતો

Related News

Icon