બનાસકાંઠાના ડીસામાં થયેલા અગ્નિકાંડના આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ફટાકડા ગોડાઉનમા થલી બ્લાસ્ટની ઘટનામાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેથી આજે પોલીસે આરોપી ખુબચંદ અને દીપકનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ.
જણાવી દઈએ કે, ડીસા અગ્નિકાંડના આરોપીઓ જ્યારે ઘટના બની ત્યારે બ્લાસ્ટ સ્થળે ન હોવાથી ઘટના બાબતે ચોક્કસ માહિતી આરોપી પાસેથી કઢાવવી મુશ્કેલ છે. રિકન્સ્ટ્રક્શનમાં આરોપી દારૂ ગોળો કયાં રાખતા હતા તેનો ખુલાસો થઈ શકે છે. આ ઉપરાંત રિકન્સ્ટ્રક્શનમાં મૃતક મજૂરો કયાં રહેતા હતા અને કેવી રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા તેની માહિતીનો ખુલાસો થઈ શકે છે. આ ઉપરાંત આરોપીની ગુનાહિત ભાગીદારીના પુરાવા વિશે પણ માહિતી મળી શકે છે.