Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતાની વેકરી પ્રાથમિક શાળાનાં 42થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી. આ બાળકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માકડી ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન એક બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ બાળકોની તબિયત ગંભીર હોવાની વધુ સારવાર અર્થ ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા છે.

