
બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે ભાભરમાં વિરોધ પ્રદર્શનો કાઢવામાં આવી રહ્યા છે. ભાભરના દિયોદર સર્કલથી મહારેલી નીકળી હતી જેમાં સુત્રોચ્ચાર સાથે સ્થાનિકો મહારેલીમાં જોડાયા હતા. ભાભરના સ્થાનિકો દિયોદર ઓગડ જીલ્લાની માંગ સાથે મહારેલી કાઢી શહેરના મુખ્ય માર્ગો ફરીને દેખાવો કરી રહ્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં પ્રદૂષણ ઓકતી અને ગેરકાયદેસર રીતે ખનન કરતી 5 ક્વોરીઓ બંધ
થરાદ જીલ્લાના વિરોધમાં મહારેલી યોજી હતી. ભાભર બંધનું એલાન કરાયું હતું જો કે દુકાનો ખુલી જોવાં મળતા રેલીમાં મીક્સ પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભાભરની મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર અપાશે તેમજ ઓગડ જીલ્લાની માંગ સાથે આવેદનપત્ર આપીને સરકાર સુધી રજુઆત પહોંચાડાશે.
ધાનેરા તાલુકાના જડિયા ગામે સાંજના સમયે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરામાં હનુમાનજી મંદિર ખાતે સાંજે ગ્રામજનો દ્વારા હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરી રજૂઆત કરવામાં આવી હતી. ધાનેરા તાલુકાનો સમાવેશ વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવતા આ વિરોધ થઈ રહ્યો છે. જેમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી રહી છે.