
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી, ચોરી, જુગાર અને કેફી દ્રવ્યોના વાવેતરની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકામાં આવેલા વિરમપુરના ખારીવેલી વિસ્તારમાં વરિયાળી અને મકાઈના વાવેતર વચ્ચે અફીણનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી એસઓજીને બાતમી મળતા બે શખ્સોને ચાર કિલોથી વધુના અફીણ સાથે બે શખ્સોની ઝડપી લીધા હતા.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા વિરમપુર ગામમાં એસઓજીને મળેલી બાતમી બાદ વિરમપુરના ખારીવેલી વિસ્તારમાં ખેતરોમાં વરિયાળી તેમજ મકાઈના ખેતર વચ્ચે અફીણનું વાવેતર થયેલું હોવાનું મળી આવ્યું હતું. જેથી એસઓજીની ટીમે આ અફીણની ખેતી કરનાર મુકેશ બનાજી ઠાકોર અને વીરચંજ ભેમાભાઈ ઠાકોરના ખેતરમાંથી 4.317 કિલોગ્રામ અફીણ જેની બજાર કિંમત 43170 રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોની સત્તાવાર રીતે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.