
બનાસકાંઠા જિલ્લાના ઘણા ક્ષેત્રોમાં ગત 31મી માર્ચથી નર્મદાની કેટલીક કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને આ મુદ્દે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે. નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં રજૂઆત કરી કે, પાણીના અભાવે ખેડૂતોના બાજરી, જુવાર જેવા અન્ય પાક પાણી વિના બળી રહ્યાં છે. નર્મદા બ્રાન્ચ અને માયનોર કેનાલ તેમજ સુઝલામ્ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા CMને પત્ર લખ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેથી ઢોર-ઢાંખર, ખેતી પાણી વગર પાક બળી રહ્યો છે. જેથી બને તેટલી વહેલા નર્મદા કેનાલમાં પાણી છોડી થરાદ પંથકમાં પાણી છોડવા સીએમને પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.