Banaskantha News: વડોદરાના પાદરામાં જર્જરિત થયેલ ગંભીરા બ્રિજ અડધેથી તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 20 લોકોના મોત નિપજ્યા છે ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેરથી અન્ય જર્જરિત થયેલા બ્રિજ તથા અન્ય ઈમારતોના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એવામાં બનાસકાંઠામાંથી વર્ષો જૂના એક કોમ્પલેક્ષના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ભારે વરસાદથી પાલિકા સંચાલિત રાજીવ ગાંધી કોન્પ્લેક્ષને માઠી અસર પોહંચી છે. 26 વર્ષ જૂના કોન્પ્લેક્ષના પાયા હચમચી ગયા છે. ભારે વરસાદથી રાજીવ ગાંધી કોન્પ્લેક્ષની છત પરના પોપડા તૂટીને નીચે પડ્યા છે. રવિવાર રજાનો દિવસ હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી છે. વેપારીઓમાં સામાન્ય વરસાદમાં છત પરના પોપડા ખરવાની ઘટનાને લઈ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકા સંચાલિત આ કોન્પ્લેક્ષને વેપારીઓએ નવીનીકરણ કરવા કરી અનેક રજૂઆત કરવામા આવી હતી. પરંતુ પાલિકાએ એક પણ રજૂઆત ન સાંભળી.