
અંબાજીમાં એક ચાની કીટલી ચલાવતા વેપારીને રુ. 81,643 લાઈટનું બિલ આવ્યું છે. અંબાજી મંદિર પાછળ માન સરોવર નજીક નાની દુકાન આવેલી છે, એ ચાની દુકાનવાળા ભાઈ ઓન લાઈન બિલ જોઈ ગભરાઈ ગયા હતા. જે બાદ તેમણે UGVCLમાં સંપર્ક કર્યો હતો, તો ટેકનિકલ ખામીનું બહાનું આપીને સોમવારે ઓફિસ આવવા જણાવ્યું છે.
સ્માર્ટ મીટરના બિલથી વેપારીઓ ચિંતિત
અંબાજી મંદિર પાછળ માન સરોવર નજીક ચાની દુકાન ચલાવતા ભાઈને રુ. 81,643 લાઈટનું બિલ આવ્યું છે. મોબાઈલમાં સ્માર્ટ મીટરનું બિલ જોતા તેઓ ગભરાઈ ગયા કારણ તે ફક્ત 116 યુનિટ જ વપરાયું હતું અને તેનું બિલ રુ. 81,643 આવ્યું છે. અગાઉ સ્માર્ટ મીટર ન હતા ત્યારે 1000-1200 રૂપિયા લાઈટબીલ આવતું હતું. ત્યારે સ્માર્ટ મીટર ના બિલથી અન્ય વેપારીઓ ચિંતિત છે.