
ગુજરાતના પાલનપુર નેશનલ હાઈવે પરથી મુસાફરી કરનારા કરનારા માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચથી 25 સુધીનો વધારો ઝીંકાયો છે. પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાતે 12 વાગ્યે દિવસ પૂરો થતા જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
કયા વાહન પર કેટલો ટેક્સ વધ્યો?
વાહન | જૂનો ભાવ | નવો ભાવ |
નાના વાહનો (કાર, જીપ) | 70 રૂપિયા | 75 રૂપિયા |
લાઈટ કોમર્શિયલ વ્હિકલ (મિની બસ) | 120 રૂપિયા | 125 રૂપિયા |
ભારે વાહન (બસ, ટ્રક) | 255 રૂપિયા | 260 રૂપિયા |
ત્રણ એક્સલ કોમર્શિયલ વ્હીકલ | 275 રૂપિયા | 285 રૂપિયા |
હેવી મલ્ટી કન્સ્ટ્રકશન મશીનરી | 395 રૂપિયા | 410 રૂપિયા |
ઓવર સાઈઝ કે 7 એક્સલથી વધુ | 485 રૂપિયા | 500 રૂપિયા |
આ વાહનને મળશે મુક્તિ
આર્મીના વાહનો
ફાયર બ્રિગેડ
એમ્બ્યુલન્સ
શબવાહિની
વીઆઈપી સાઈનવાળા વાહનો
નોંધનીય છે કે, વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર મેળવનાર તેમજ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત ફોટો સાથેનું ઓળખપત્ર બતાવવા પર પણ ટોલ ટેક્સની ચૂકવણીમાંથી રાહત મળશે.