Home / Gujarat / Bharuch : 2 heretics jailed for molesting a tribal girl from Zaghadiya

Bharuch news: ઝઘડિયાની આદિવાસી સગીરા સાથે અડપલાં કરનાર 2 વિધર્મી જેલહવાલે

Bharuch news: ઝઘડિયાની આદિવાસી સગીરા સાથે અડપલાં કરનાર 2 વિધર્મી જેલહવાલે

Bharuch news: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં એક આદિવાસી સગીરાના છેડછાડ થઈ હતી. જે અંગેની ઘટના સામે આવતા સ્થાનિક સાંસદ સહિત વિવિધ સંગઠનને પગલે સગીરા સાથે અડપલાં કરનાર બે વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા તાલુકામાં આદિવાસી સગીરા સાથે અડપલાં કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. સગીરા સાથે આવી ઘટના બાદ પીડિત પરિવારની મુલાકાતે વિવિધ સંગઠનના કાર્યકરો અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પરિવાર સાથે મુલાકાત કરી હતી.  જો કે, બે આરોપી પૈકી એક સાજીદ વાઝાએ છથી સાત જેટલી બાળાઓ સાથે અગાઉ અડપલાં કર્યા હોવાનો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આરોપ લગાવ્યો હતો. પોલીસે અને બાળ વિકાસ મંત્રાલયે પણ આ વિધર્મી નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હોવાનો પ્રકાશ મોદીએ દાવો કર્યો હતો. 

Related News

Icon