
ગુજરાતભરમાંથી રોજબરોજ આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં ભરુચમાંથી એક યુવક દ્વારા નદીમાં કુદીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભરુચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલાંગ લગાવી હતી જો કે નાવિકોએ યુવકને જોઈ લેતા બચાવી લીધો હતો.
ભરુચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મારી મોતની છલાંગ લગાવતા પાસે રહેલા સ્થાનિક નાવિકોએ જોઈ લેતા બચાવી લીધો હતો. ગઈકાલના રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી મોત વ્હાલું કરેલ મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ હતી અને લગભગ બપોરના સમયે એક અજાણ્યા યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. સદનસીબે નાવડી પાસે જ હોઈ યુવાનનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સ્થાનિક નાવિકોના સેવાભાવી ગ્રુપના ટીના પટેલ, વસંત પટેલ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી એક જીવ બચાવી લેવામાં આવ્યો હતો. તેમજ 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.