Home / Gujarat / Bharuch : Accident between ST bus and truck near Tanchha in Amod

Bharuch News: આમોદના તણછા નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 લોકોને પહોંચી ઈજા

Bharuch News: આમોદના તણછા નજીક ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 17 લોકોને પહોંચી ઈજા

ભરૂચથી આમોદ તરફ આવતી એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અંદાજિત ૧૫ થી ૧૭ લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થયા છે. નેશનલ હાઈવે 64ના તણછા ગામ પાસે અકસ્માતની વાત ફેલાતા લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી તમામ એસટી બસ અકસ્માતમાં નાની મોટી ઇજાઓ પામેલા મુસાફરોને આમોદ રેફરલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. આમોદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

50 મુસાફરોનો બચાવ 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ તરફથી આમોદ તરફ આવતી એસટી બસ જી. જે. ૧૮ઝેડ ૬૫૯૪અને આમોદ તરફથી આવતી ટ્રક જીજે. ૨૧.w૨૮૭૩ વચ્ચે અકસ્માત સર્જાયો છે. એસ ટી બસના કંડકટર પાસેથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર બસના ડ્રાઈવર સમય સૂચકતાથી બસમાં સવાર 40થી 50 મુસાફરોના આબાદ બચાવો થયો હતો. અંદાજિત 15થી 17 મુસાફરોનેને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. 

બસના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી

આમોદ તરફથી આવતી ટ્રકના ડાઈવર ફૂલ દારૂ કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં હોય અને સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા એસટી બસના ડ્રાઈવરએ સમય સૂચકતાથી એસટી બસને એક તરફ ખસેડી જેથી જીવલેણ અને મોટી દુર્ઘટના થતા ટળી હતી. જંબુસર આમોના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીને જાણ થતા તાત્કાલિક ધોરણે આમોદ રેફરલ હોસ્પિટલ પહોંચી અકસ્માતમાં ભોગ બનનારની મુલાકાત કરી હતી. આમોદ પોલીસ વધુ તપાસ હાથ ધરી

Related News

Icon