Home / Gujarat / Bharuch : Accused absconding from Bharuch for 15 years successfully arrested from Nalanda, Bihar

ભરૂચમાંથી 15 વર્ષથી ફરાર આરોપી બિહારના નાલંદાથી આબાદ રીતે ઝડપાયો

ભરૂચમાંથી 15 વર્ષથી ફરાર આરોપી બિહારના નાલંદાથી આબાદ રીતે ઝડપાયો

વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો અને છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને  બિહારના નાલંદાથી ભરૂચ SOG પોલીસે રિક્ષાચાલકનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010ના રોજ 7 દિવસની પેરોલ રજા મળી હતી.

આરોપીને ઝડપી લેવા પોલીસે રિક્ષાચાલકનો વેશ ધારણ કર્યો

આરોપીએ 24 સપ્ટેમ્બર 2010ના રોજ જેલમાં પરત ફરવાનું હતું. પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો હતો. જેમાં SOG ભરૂચને બાતમી મળી હતી કે આરોપી બિહારના નાલંદામાં છે. જેથી પોલીસે  બિહાર જઈ રિક્ષાચાલકનો વેશ ધારણ કરી બે દિવસની સઘન તપાસ અને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

ફરાર આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની હોય આરોપીને પોલીસે કોર્ટને હવાલે કરી જેલ ભેગો કરવામાં આવ્યો છે. 

Related News

Icon