બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર અડીને આવેલા માવલ ચેકપોસ્ટ પર ફરી એકવાર વાહન ચેકિંગ દરમ્યાન ખાનગી બસમાંથી મસમોટી રોકડ, સોના અને ચાંદીના ઘરણાં જપ્ત કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આવેલા માવલ ચેક પોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એક લકઝરી બસમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણાંનો જથ્થો જપ્ત લેવામાં આવ્યો છે. બસની સ્લીપર સીટ નીચે એક બોક્સ બનાવીને તેમાં ઘરેણાં અને સોના-ચાંદી લઈ જવાતા હતા. પોલીસે અંદાજે 81 લાખ રોકડ રકમ સાથે 1.770કિલોગ્રામ સોનાના અને 27.91 કિલોગ્રામ ચાંદીના ઘરેણાં જપ્ત લીધા છે.રોકડ અને ઘરેણાં ક્યાંથી કયા લઈ જવામાં આવી રહ્યા હતા અને કુલ મુદામાલ કેટલો છે તેની તપાસ શરૂ કરી. પોલીસે ખાનગી બસ અને ચાર શખ્સોની અટકાયત કરી હતી.