Home / Gujarat / Bharuch : Accused hanged in 72 days in Zaghadiya rape-murder case

Bharuch News: ઝઘડિયા દુષ્કર્મ-હત્યા કેસમાં 72 દિવસમાં આરોપીને ફાંસી, ભારતીય ન્યાય સંહિતા હેઠળ ચુકાદો

Bharuch News: ઝઘડિયા દુષ્કર્મ-હત્યા કેસમાં 72 દિવસમાં આરોપીને ફાંસી, ભારતીય ન્યાય સંહિતા હેઠળ ચુકાદો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર થયેલા પાશવી બળાત્કાર અને હત્યાના કેસમાં ભરૂચની અંકલેશ્વર સેશન્સ કોર્ટે 72 દિવસની અંદર ચુકાદો આપતાં આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારતા સમગ્ર રાજ્યમાં કડક ન્યાયના નવા યુગની શરૂઆતના સંકેત મળ્યા છે. આ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ચુકાદો આપવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતી ઘટના ?

16 ડિસેમ્બર 2024ના રોજ આ દુઃખદ ઘટના બની હતી, જ્યારે ઝઘડિયા જીઆઈડીસીના બસ્તી વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી લાકડા વણવા માટે બહાર ગઈ હતી. આ દરમિયાન પડોશમાં રહેતો વિજય પાસવાન નામનો યુવાન તેને લલચાવીને એકાંત સ્થળે લઈ ગયો અને પાશવી બળાત્કાર કર્યો. બળાત્કાર પછી બાળકીના શરીર પર શલિયાના 30 જેટલા ઘા કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ 8 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ તેનું અવસાન થયું હતું. બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઘાઓ તથા અન્ય ભાગોમાં હુમલાના નિશાન મળી આવ્યા હતા.

પોલીસની ઝડપી કાર્યવાહી

ઘટના બાદ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડાએ ઘટના ગંભીરતા ઉરીનને આધારે તાત્કાલિક SIT (વિશેષ તપાસ ટીમ) રચી હતી. ટીમમાં DYSP ડો. કુશળ ઓઝા, LCB PI મનીષ વાળા, SOG PSI એમ.એચ. વાઢેર, ઝઘડિયા PI નીતિન ચૌધરી સહિત 10થી વધુ અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. SITએ ઝડપી તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી.

અદાલતી લડત અને ન્યાયનો ચુકાદો

આ કેસની નોંધપાત્ર વાત એ હતી કે સરકારી વકીલ પરેશ પંડ્યાએ સંપૂર્ણ કેસની લડત આપી. તેમણે આરોપીના કૃત્યને "રેસ્ટ ઓફ ધ રેર" કેટેગરીમાં મૂકવાની અપીલ કરી હતી. અદાલતે પીડિતાની સારવારની રિપોર્ટ, પેટેલ કથન, ઈલેક્ટ્રોનિક પુરાવા અને પોલીસની તફતીષના આધાર પર આરોપીને દોષિત જાહેર કર્યો. ફેબ્રુઆરી 2025માં કેસ શરૂ થયો અને મેઇ 2025ના પહેલા અઠવાડિયામાં ચુકાદો આપવામાં આવ્યો.

વળતર ચુકવવા આદેશ

અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, "આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી તેને લટકાવ્યો જવો જોઈએ. આવા પાશવી પ્રવૃત્તિઓ સમાજમાં ભયનો માહોલ ઊભો કરે છે. એટલા માટે ફાંસી સિવાય બીજું કોઈ દંડ યોગ્ય નથી."કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા ઉપરાંત પીડિત પરિવારને 10 લાખ રૂપિયા વળતર ચુકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

 

 

Related News

Icon