Home / Gujarat / Bharuch : Bihari youth caught with country-made pistol

Ankleshwar News: GIDC પોલીસે રેડ કરી દેશી પિસ્તોલ સાથે બિહારી યુવકને ઝડપી પાડ્યો

Ankleshwar News: GIDC પોલીસે રેડ કરી દેશી પિસ્તોલ સાથે બિહારી યુવકને ઝડપી પાડ્યો

Ankleshwar News: અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી જીઆઇડીસી પોલીસે બિહારના શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. તેમજ દેશી પિસ્તોલ અને મોબાઈલ મળી રૂપિયા 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટિમ પેટ્રોલિંગ હતી તે દરમ્યાન સારંગપુર પાસેની મંગલદીપ સોસાયટીમાં ભાડાના રૂમમાં રહેતો અને મૂળ બિહારના સોનુકુમાર ધીરો મંડલે દેશી બનાવટનો તમંચો રૂમમાં સંતાડી રાખેલો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે જીઆઇડીસી પોલીસે રૂમમાં રેડ કરતા બેગમાં કપડામાં સંતાડેલો  દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે સોનુકુમાર મંડલની ધરપકડ કરી રૂપિયા 10 હજારનો દેશી તમંચો અને 5 હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

Icon