અમદાવાદ પ્લેન દુર્ઘટનામા સારોદ ગામનો યુવાન પ્લેન ક્રેશમા મૃત્યુ પામ્યો હતો. સારોદ ગામના યુવાનનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં પોતાના વતન પહોંચ્યો હતો. જેથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્લેન ક્રેશની ઘટનામાં સાહીલ સલીમ પટેલ મોતને ભેટ્યો હતો. મૃતકની અંતિમ વિધિ સરવરે સુલતાન (સરવરશાહ) કબ્રસ્તાનમા કરવામાં આવી હતી. સારોદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલનો પુત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. મૃતકની ડેટ બોડી પોતાના વતન સારોદ ગામે આવતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. સાહીલની ડેટ બોડી પોતાના ઘરે પહોંચતા ચારે તરફથી હૈયા ફાટ રુદન જોવા મળ્યું હતું.