
Bharuch News : ભરૂચના અંકલેશ્વરમાં ગઈકાલે મોડી રાત્રે કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ વરસાદે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જો કે કોંગ્રેસના યુવા નેતા સોએબ ઝગડીયાવાલા કામગીરી અંગે સવાલો પૂછતાં કોન્ટ્રાક્ટર પર જગ્યા છોડી મુઠીઓ વાળી ભાગ્યો હતો. વરસતા વરસાદમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતા પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે. વરસાદમાં રોડ બનાવવાનો તેમજ ભાગી રહેલા કોન્ટ્રાકટરનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો, જુઓ આ વીડિયો :