Home / Gujarat / Bharuch : Delhi and Gujarat police seize cocaine worth Rs. 5000 crore from Ankleshwar

દિલ્હી અને ગુજરાત પોલીસે અંકલેશ્વરમાંથી 5000 કરોડનું કોકેઈન કર્યું જપ્ત

દિલ્હી અને ગુજરાત પોલીસે અંકલેશ્વરમાંથી 5000 કરોડનું કોકેઈન કર્યું જપ્ત

દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે ગુજરાતના અંકલેશ્વરમાંથી રૂ. 5,000 કરોડની કિંમતનો 518 કિલો કોકેઈન જપ્ત કર્યો છે. ગુજરાતના અંકલેશ્વરમાં રૂ. 5,000 કરોડની કિંમતનો 500 કિલોથી વધુ કોકેઈન જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા દસ દિવસમાં દિલ્હી પોલીસ દ્વારા ડ્રગ્સની આ ત્રીજી મોટી જપ્તી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિકવર કરાયેલી દવાઓ (518 કિગ્રા) ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીની છે અને તે અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે.

गुजरात में ड्रग्स की बड़ी खेप बरामद

દિલ્હી પોલીસ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે આજે ગુજરાતના અંકલેશ્વરમાં ડ્રગ સંબંધિત કંપનીની સર્ચ દરમિયાન 518 કિલો કોકેઈન જપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ રૂ. 5,000 કરોડ છે. આ કિસ્સામાં, થાઇલેન્ડમાંથી અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેન અને 40 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે, જેની કિંમત રૂ. 13,000 કરોડ છે.

નોંધનીય છે કે, દિલ્હી પોલીસે આ અગાઉ એક સપ્તાહમાં 7600 કરોડ રૂપિયાથી વધુનું કોકેઈન ઝડપી પાડ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 2 ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાંથી 200 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 2,000 કરોડ રૂપિયા જેટલી થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, નમકીનના પેકેટમાંથી કોકેઈન ઝડપાયું છે.

આ અગાઉ દિલ્હી પોલીસે ગત 2 ઓક્ટોબરે એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અંદાજીત પાંચ હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું કોકેઇન જપ્ત કર્યું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલએ લગભગ 565 કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું હતું. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.