Home / Gujarat / Bharuch : Grain scam caught again in Amod village

VIDEO: Bharuchના આમોદના ગામમાં ફરી અનાજ કૌભાંડ ઝડપાયું, ઘઉં-ચોખા સહિતનો જથ્થો કરાયો સીઝ

ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના ઓચ્છણ ગામે અંદાજિત ૨૦દિવસ પહેલાજ સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટીયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઉભી રાખી હતી અને જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમા અનાજ જઠ્ઠો ૭૦, ૫, ૬૦પોલીસ દ્વારા આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ સરકારી ગોડાઉન માં વજન કરી સીજ કરવામાં આવ્યો હતુ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કાર્યવાહી હાથ ધરી

ટ્રેક્ટર ટ્રોલીની કુલ આશરે ૫ ૦૦,૦૦૦ ગણી કુલ ૫,૭૦,૫૬૦ મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ અનાજની હેરાફેરી કરનાર ડ્રાઇવર ઇશ્વર શનાભાઈ રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુભાઈ પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.સસ્તા અનાજ જઠ્ઠા મુદ્દે નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અનાજનું કરાયું વજન                

૨૦ જ દિવસ ના ટૂંકા દિવસોમાં જ ફરી એકવાર આમોદ પોલીસની  સતર્કતા અને બાતમી ને લઇ ને આછોદ રોડ ના ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. સફેદ કલર ની ગાડી નંબર જીજે ૦૬એ ઝેડ ૨૭૧૧ નજીક આવતા ઉભી રખાવી તપાસ કરતા અનાજ નો જઠ્ઠો જણાતા પોલીસ દ્વારા ક્યાંથી લાવ્યા અને કઈ લઈ જવાનો ની પૂછપરછ કરતા પીકઅપ ડાઇવર મેહુલભાઈએ જણાવ્યુ હતુ કે કે આ અનાજ નો જઠ્ઠો આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામ થી સસ્તા અનાજની દુકાન ના સંચાલક સલીમભાઈ  સુલેમાન ભાઈ ઉઘરાદાર રહે. કોલવણા ગામનાઓ પાસેથી ભળીને પાદરા તાલુકાના મોંભાં ગામના કમલેશકુમાર વસંતલાલ શાહ ના ત્યાં લઈ જવામાં આવી રહ્યો છે.પોલીસ દ્વારા અનાજનું કોઇ બીલ કે આધાર પુરાવો બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. તેમજ અનાજનું કોઇ બીલ કે આધાર પુરાવો નહોતો.જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યુ હતું.

ગરીબોના અનાજની કટકી

જેમાં ચોખા થેલી નંગ-૨૪ જેનુ વજન ૧૨૦૦કિ.ગ્રા તથા ઘઉં થેલી નંગ-૩૬ જેનુ વજન ૧૮૦૦. કિ.ગ્રા આમ કુલ થેલી નંગ-૬૦ જે એક કિલોનાં કિ.રૂ.૩૦ લેખે કુલ કિ.રૂ.૯૦,૦૦૦રૂપિયા નું અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું.તેમજ આમોદ પોલીસે બોલેરો પીકઅપ આશરે કિ.રૂ.૪૦૦,૦૦૦ ગણી કુલ.રૂ.૪. ૯૦ મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ અનાજની હેરાફેરી કરનારનારાઓ અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર બાબત આમોદ તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન થતા લોક ચર્ચા એ જોર પકડ્યું છે કે આમોદ તાલુકા માં ગ્રામજનો જાગૃત  થાય તો અને કંઈક આવા ગરીબો ના સસ્તા અનાજ સંગેવગે કરી ફુલેફાલેલા દુકાન સંચાલકો શાન ઠેકાણે આવી જાય અને ગરીબો નો એમના હક માં મળવા પાત્ર અનાજ પુરે પૂરું મળી રહે.

TOPICS: bharuch amod grains
Related News

Icon