Home / Gujarat / Bharuch : GRD jawan dies after being hit by truck near Rajpipla intersection in Ankleshwar

Bharuch news: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટ્રકની અડફેટે GRD જવાનનું મોત

Bharuch news: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટ્રકની અડફેટે GRD જવાનનું મોત

Bharuch news: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બાઈકસવાર ગ્રામ રક્ષક દળના જવાનને કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં જી.આર.ડી.જવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે પૂરઝડપે દોડતી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાન ગોવિંદ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઈક સવાર અન્ય મહિલા હીરાબેન પરમારને ઈજા પહોંચતા તેમને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે  સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલુ હોવાનું સામે આવ્યું છે ત્યારે જીઆઇડીસી પોલીસે ટ્રકચાલક વિરુદ્ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related News

Icon