
Bharuch: ભરૂચના ચકચારી સચિન હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું. આરોપીએ પોતાના મિત્રની હત્યા કરી લાશના નવ ટુકડા કરી કઈ રીતે નિકાલ કર્યો સહિતની માહિતી મેળવી હતી,.
ભરૂચમાં પત્નિના અંગત ફોટા મોબાઇલમાંથી ડિલિટ ન કરતા મિત્રએ જ મિત્રની કેટલી હત્યા પ્રકરણમાં આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું. જેમાં આરોપીએ જ્યાંથી દવા, કરવત તેમજ પ્લાસ્ટિક બેગ ખરીદી હતી તે જગ્યાની પણ પોલીસ ધ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સચિન હત્યા પ્રકરણમાં આરોપી શૈલેન્દ્ર આઠ દિવસના પોલીસે રિમાન્ડ ઉપર છે, ત્યારે પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું. આરોપીએ જે મકાનમાં હત્યા કરી હતી તે મકાનમાં આરોપીને સાથે રાખી પોલીસ તપાસ અર્થે પહોંચી હતી.પોલીસ તપાસમાં હત્યા બાદ આરોપીનું બીપી ઘટી જતા જે દવાખાનેથી દવા લીધી હતી ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હતી. તે ઉપરાંત આરોપીએ હત્યા કરવા માટે ખરીદેલી કરવતની દુકાને તેમજ જ્યાંથી પ્લાસ્ટિકની બેગની ખરીદી કરી હતી તે જગ્યાએ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપીએ કઈ રીતે હત્યા કરી સહિત મૃતદેહના ટુકડાઓનો કેવી રીતે નિકાલ કર્યો એ સહિતની માહિતી મેળવી હત્યારાએ મહિલાના કપડાં પહેરી ટુકડાઓનો નિકાલ કર્યો હતો તે તમામ વિગતો પોલીસે મેળવી આખીયે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેના પગલે લોકોમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.