પાદરા તાલુકાના મુજપુર ખાતે મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની, અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભરુચના જંબુસર તરફથી આશ્ચર્યજનક કહી શકાય એવી અનોખી રીતે ભાજપના ચિન્હ કમળ સાથે ના વિવિધ પ્લે કાર્ડ સાથે નનામી કાઢી ને ભારે સૂત્રોચાર સાથે ઢાઢર બ્રિજના ખાડામાં નનામી પર સુઈ જવાની કોશિશ સાથે ચક્કાજામ કરતા આમોદ પોલીસ દ્વારા અટકાયત કરવા માં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે? શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય?આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે. તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની ચેડાં ચલાવી શકાય નહીં. સ્થાનિક તંત્ર અને સરકાર તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને જંબુસર-આમોદ-ઢાઢર બ્રિજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે તેવી અને ભારદરી વાહનો ડાયવર્ટ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવા માં આવી છે. આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર ભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે ટૂંક સમય માં જો ઢાઢરબ્રિજ યોગ્ય નિરાકરણ નહીં આવે તો મગરો ની નદી ઉપનામથી ઓળખાતી નદી ના પાણી માં ઉતરી વિરોધ પ્રદર્શન કરશે અને જો કોઈ જાનહાની કે અનિચ્છનીય બનાવ બનશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે