
ભાવનગર શહેરના પોશ વિસ્તારમાં અવાવરું જગ્યામાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસને જાણ કરાતા 108ની ટીમ દ્વારા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું.
મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ટોપ-3 વિસ્તારમાં આવેલા ડીમાર્ટની પાછળ શિવ અમૃત સોસાઈટી આવેલી છે. આ સોસાયટીની અવાવરુ જગ્યામાં વહેલી સવારે લોકો ચાલવા નીકળ્યા હતા ત્યારે બાળકના રડવાનો અવાજ આવતા તપાસ કરતા જીવિત હાલતમાં નવજાત શિશુ પડ્યું હતું. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક 108નો કાફલો ઘટના પહોંચ્યો હતો જ્યાં બાળકને રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ બનાવના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.