Home / Gujarat / Bhavnagar : Amidst the scorching heat, weather changes

VIDEO: કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત

એક તરફ કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે તો બીજી તરફ ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના ગંગાજળિયા તળાવ, ભીડભંજન મહાદેવ, જશોનાથ મહાદેવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ પડતા લોકોને બળબળતા તાપથી અંશતઃ રાહત મળી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદના બાવળામાં કરા સાથે વરસાદ

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે કરા પડ્યા. ધોલેરાના ભડીયાદ ગામ સહિત વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળવાયુ થઈ જતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાવળા ધોળકા સાણંદ ધંધુકા ધોલેરા સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જો કે, ગરમીની ઋતુમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી.

મહેસાણામાં ટીટોડીએ ઈંડા મુકતા ખેડૂતોનું વહેલા વરસાદનું અનુમાન

મહેસાણામાંથી ચોમાસાની ઋતુને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આ વખતે વરસાદ વહેલો આવવાની શક્યતા સેવાઈ રહી છે. કેમકે આ વખતે ટીટોડીએ વહેલા ઈંડા મુક્યા છે. ખેડૂતોના અનુમાન મુજબ ખેતર ખાલી થયા બાદ ટીટોડી ઈંડા મૂકે છે અને ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ બચ્ચાનો જન્મ થાય છે. એવામાં કમાલપુર ગામમાં ટીટોળીના બચ્ચા ખેતરમાં રમતા જોવા મળ્યા હતા. જેથી ટીટોડી વહેલા ઈંડા મૂકે તો વરસાદ વહેલો આવવાનું ખેડૂતોએ અનુમાન લગાવ્યું હતું.

Related News

Icon