
ગુજરાત રાજ્યના ભાવનગરના સિહોરમાં હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સિહોરના ગઢુલા નજીક અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે બાઈક તથા અજાણ્યા વાહન ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે.
હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત
મળતા અહેવાલ પ્રમાણે જિલ્લા પંચાયત મહિલા પ્રમુખના પતિ અને ભાજપના નેતા મૂળજીભાઈ મિયાનીનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તેઓ ગઢુલા પાસે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, તે સમયે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી.
ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર
ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારનું મોત નિપજ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
નોંધનીય છે તે, મૂળજી મિયાણી કિસાન મોરચાના સભ્ય તેમજ ભાવનગર જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચુક્યા છે. તેમની પત્ની રૈયાબેન મિયાણી પણ ભાજપમાં જોડાયેલા છે અને હાલ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે