
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર શખ્સ પર તંત્ર દ્વારા આક્રમિક રુપે કોઈકને કોઈક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં ભાવનગરમાંથી આઈટી ઓફિસરોની રેડના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં શહેરમાં અગ્રણી ઉદ્યોગપતિઓને ત્યાં તેમજ પેઢીઓમાં ઇન્કમટેક્સની રેડ કરવામાં આવી હતી.
ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 30 કરતાં વધુ જગ્યા ઉપર ઈન્કમટેક્સ દ્વારા રેડ કરવામાં આવી. ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સોની દ્વારકાદાસ વીરચંદ, ભાજપ અગ્રણી ગિરીશ શાહ, જયેશ ધોળકિયા ડેંટૉબેક, જે ડી પટેલ બિલ્ડર, ભરત વાડીલાલ મહાબલ એન્ટરપ્રાઇઝ, કમલેશ શાહ બિલ્ડર, નઝીર ક્લિવાળા, અજય શાહ, સહિતના લોકોને ત્યાં ઇન્કમટેક્સની રેડ પાડવામાં આવી હતી.