
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ભાવનગરમાં શહેરમાં સામુહિક દરોડામાં ગઈ કાલે પડવામાં આવેલા દરોડાનું સર્ચ હજુ સુધી યથાવત જોવા મળી રહ્યું છે. ભાવનગર શહેરમાં ભાજપ અગ્રણી, બિલ્ડરો, જવેલર્સ, ફાઈનાન્સરો, અને સોપારીના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં કુલ 36 ટિમો ગઈ કાલ વહેલી સવારથી તપાસ કરી રહી છે. જેમાં 11 પેઢીઓ સહિત 32 સ્થળોએ ઈન્કમટેક્સ અધિકારીઓની 36 ટિમો ત્રાટકી હતી જેમાં 500થી વધુ કર્મીઓ આ રેડમાં સામેલ હતા. આ મામલે ફાઇનાનસરો પાસેથી મળેલી પોપટી કલરની ચિઠ્ઠીઓ અનેકને પરસેવો વાળે તો નવાઈ નહીં. વિદેશમાંથી ફંડ કોની પાસે ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગરના બિલ્ડરો સાથે આઈએએસ, આપીએસના રોકાણની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ અગ્રણી સહિત અન્ય એક વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.