જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં પિતા-પુત્રના મોત નિપજ્યા હતા. પરિવારના અન્ય એક પુત્ર અને મહિલાનું આ હુમલામાં આબાદ બચાવ થયો હતો. જે મામલે બાળકે સંપૂર્ણ આપવીતી જણાવી હતી. બાળકે જણાવ્યું કે અચાનક ફાયરીંગ શરૂ થયું તો અને અમને એવું લાગ્યું કે ફટાકડા ફૂટતા હતા.
બધા ચારેબાજું ભાગી રહ્યા હતા
બધા ચારેબાજું ભાગી રહ્યા હતા. લોકો કહેતા હતા કે બધા નીચે સૂઈ જાઓ, તો ગોળીબારથી બચી શકશો. તે દરમિયાન સંખ્યાબંધ લોકો જમીન પર સૂઈ ગઈ ગયા હતા. બીજી તરફ તે દરમિયાન મારા ફૂવાને ગોળી વાગી હતી.ત્યારે પાછળ જ મારો ભાઈ પણ આવી રહ્યો હતો, અચનાક આતંકવાદી આવ્યો અને મારા ભાઈને ઉભો રાખીને મારી દીધી હતી.