
Bhavnagar News : ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામે વાડીએ કામ કરતા યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. મૃતક યુવકના પરિવારજનોએ વાડી માલિક ઉપર આક્ષેપો કર્યા છે.
બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી વલ્લભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામે વલ્લભભાઈ દેવશીભાઈ લખાણીની વાડીએ ભાગીયા તરીકે કામ કરતા સંજયભાઈ મેપાભાઇ ચારોલીયા નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
મૃતકના પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવકને વાડીએ મુકેલા તારને કારણે ઈલેક્ટ્રીક શોક લાગવાના કારણે મોત થયું છે. જ્યારે વાડી માલિકે યુવકને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવાયું છે.
મૃતકના પરિજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે અને વાડી માલિક સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં એવી ચીમકી ઉચ્ચારી છે.