પશુપાલન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર ભાવનગર જિલ્લામાં સમગ્ર દેશની સાથે પ્રત્યેક પાંચ વર્ષે પશુ-પક્ષીઓની વસતી ગણતરી હાથ ધરાય છે. ગત વર્ષ ૨૦૧૯ દરમિયાન કરાયેલી પશુધન ગણતરીમાં ગાય, ભેસ, ઘેટા-બકરા તેમજ જુદી જુદી પ્રજાતીના કુલ ૭,૬૨,૨૯૮ પશુ નોંધાયા હતાં. હાલ ભાવનગર જિલ્લામાં મોબાઈલ એપ્સના માધ્યમથી આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર-ર૦૨૪ સુધી ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં ૨૧મી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવશે.

