રાજકોટના ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં આવ્યા છે. પદ્મિનીબા વાળા માનસિક હેરાન કરતા હોવાનો આરોપ લગાવી ભાવનગરના યુવાન રવિરાજસિંહ ગોહિલે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના ક્ષત્રિય યુવાન રવિરાજસિંહે પદ્મિનીબા વાળા પર માનસિક ત્રાસનો આરોપ લગાવી ઝેરી દવા પીધી છે. રવિરાજસિંહ ગોહિલે લોકસભા ચૂંટણી સમયે પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ સમયે ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતું. તેણે આરોપ લગાવ્યો કે થોડા દિવસોથી પદ્મિનીબા વાળા સોશિયલ મીડિયામાં રવિરાજસિંહ ગોહિલ માનસિક રીતે હેરાન કરતા હતા અને તેઓએ ઝેરી દવા ગટગટાવી છે. હાલ રવિરાજસિંહ ગોહિલને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. નિલમબાગમ પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી કરી છે.