
રાજ્યના રાણપુરમાં શરમજનક ઘટના સામે આવી છે, રાણપુર તાલુકાના દેવળીયામાં સગીરા સાથે અપડલાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમઆમે સગીરાના માતા પિતા વાડીમાં કપાસ વીણવા (મજૂરી કામે) ગયા હતા, ત્યારે આ ઘટના થઈ હતી. સગીરાને એકલી જોઈને ગોરધન નામના નરાધમની નજર બગડી હતી. સગીરાને ચોકલેટ આપવાના બહાને ઘરમાં બોલાવીને શારિરીક અડપલાં કર્યા હતા.
સગીરાએ સમગ્ર બાબતની જાણ પોતાની માતાને કરી
જ્યારે માતા-પિતાએ ઘરે આવીને જોયું તો સગીરા અસ્થવ્યસ્થ હાલતમાં હતી, સગીરાએ સમગ્ર બાબતની જાણ પોતાની માતાને કરી હતી.
પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પરિવારે રાણપુર પોલીસ સ્ટેશનમાં નરાધમ ગોરધન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સગીરા સાથે દુષ્કર્મ થયાની આંશકાએ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.