છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નવાલજા ગામે ભાજપના નેતા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રાથમિક શાળામાં શિક્ષક અને બાળકોના ક્લાસ લેતા શિક્ષણમાં ભોપાળું બહાર આવ્યું છે.પ્રાથમીક શાળામાં 140 બાળકોમાં બે જ શિક્ષકો હાજર હતા. તમામ બાળકોને એક જ ઓરડામા ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં અક્ષર જ્ઞાનનો અભાવ
ધોરણ 1થી 8ની પ્રાથમિકમાં ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને લખતા વાંચતા આવડતું ના હતું. ધોરણ 8ના વિદ્યાર્થીઓને ઈંગ્લીશમા નામ લખતા આવડતું ના હતું. તાલુકા મથકના અધિકારીઓના નામ પણ શિક્ષકોને ખબર ન હતી. ભાજપના નેતાએ નવાલજા ગામની પ્રાથમિક શાળાની વિઝિટ કરી અને શિક્ષણ વિભાગની પોલમપોલ ઉજાગર કરી છે. બીજી બાજુ શાળાના શિક્ષકોના જણાવ્યા મુજબ બીજી પ્રાથમિક શાળાઓમાં 1 થી 5નો અભ્યાસ કરીને આવતા બાળકો અભ્યાસમાં કાચા રહે છે. જેના લીધે અમે બાળકોને સારું શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બિલ્ડિંગમાંથી બીયરના ટીન મળ્યા
સરકારી શાળાના બિલ્ડિંગની અંદર બીયરનું ખાલી ટીન પણ મળી આવ્યું હતું. વોટરકુલર વનબંધુ કલ્યાણ યોજનામાં ફાળવવામાં આવેલું છે. તે પણ બંધ હાલતમાં હતું. શાળામાં એક શિક્ષક બેન્કના કામે ગયો હતો. તે પરત આવ્યો નહોતો. છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. જેને લઈને ભાજપના નેતા અને તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા મેદાને પડ્યા છે. શિક્ષણની સ્થિતિ ખરાબ હોવાથી આદિવાસી બાળકો અભણ રહી જશે અને મજૂરી કરશે. તેવો અભિગમ અધિકારીઓ રાખી રહ્યા છે