
છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 10 જેટલા વોટર કૂલરો વર્ષોથી બંધ હાલતમાં છે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને બહારથી આવનાર લોકોને પીવાનું પાણી મળે તે માટે ૪૦ જેટલા પાણીના જગ વેચાતા મંગાવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામા 6 તાલૂકા ઓમા પીવાના પાણીની સુવિધા પુરી પાડતી કચેરી પાણી વેચાતું મંગાવી પાણી કચેરીઓમાં પુરૂ પાડે છે.
10 કૂલર બંધ હાલતમાં
છોટાઉદેપુર જીલ્લા પંચાયત ભવન માં પાંચ માળ નું બિલ્ડિંગ આવેલ છે આ બિલ્ડિંગમાં અલગ અલગ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી ની કચેરી સિંચાઈ વિભાગ ની કચેરી પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરી જિલ્લા પંચાયત એજ્યુકેટિવ ઈજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ અન્ય વિભાગો ની કચેરીઓ આવેલી છે જેમાં 150 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જિલ્લા પંચાયત ના પાંચ માળ માં 10 જેટલા વોટર કૂલર આવેલા છે. આ વોટર કૂલર બગડેલી હાલતમાં છે તેને રીપેરીંગ કરાવવા માટે છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગ ની પેટા કચેરી ની જવાબદારી છે ત્યારે વર્ષો થી વોટર કૂલર બગડેલા હોવાથી દરરોજ 40 જેટલા પાણી ના જગ મંગાવવામાં આવે છે.
કચેરીમાં જ પાણી નથી મળતું
દર મહિને હજારો રૂપિયા નુ વેચાતું પાણી મંગાવી ને કર્મચારી ઓ પીવે છે જ્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માં બોર આવેલ છે પરંતુ તેમાં ટીડીએસ નું પ્રમાણ વધારે હોવાથી સીધું પીવા માટે પાણી ઉપયોગ માં લેવાય તેમ નથી જ્યારે પાણી ફિલ્ટર કરવા માટે જિલ્લા પંચાયત ના અધિકારીઓ કોઈ પણ યોજના માં ગ્રાન્ટ ફાળવી નથી જ્યારે આખા જિલ્લા માં પીવાના પાણી માટે ગ્રાન્ટ ફાળવતા કચેરી દ્વારા વેચાતું પાણી લેવું પડે તે ગંભીર સ્થિતિ છે વિકાસ ની ગુલબાંગો વચ્ચે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના કર્મચારીઓ અને અધિકારીઓ વેચાતું પાણી લઈને પીવે છે