
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સેવાસદનમાં ત્રણ દિવસથી જીસ્વાનની કનેક્ટિવિટી ખોરવાઈ છે. જેથી વિદ્યાર્થીઓ નવા સત્રમાં એડમિશન મેળવવા માટે જાતિના દાખલા તેમજ અન્ય દાખલા લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. સેવાસદનમાં મોટી મોટી લાઈનો પડી છે. જીસ્વાન ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
નબળી કામગીરીથી હાલાકી
નસવાડી તાલુકાના 210 ગામો માંથી લોકો દૂર દૂર થી ભાડું ખર્ચી ને નસવાડી તાલુકા સેવાસદન માં દાખલા લેવા માટે આવે છે ત્યારે બીએસએનએલ વિભાગ ની નબળી કામગીરી ના કારણે ત્રણ દિવસ થી લોકો હેરાન છે. મામલતદારે બીએસએનએલ ના અધિકારીઓને રજુઆત કરી હોવા છતાંય બીએસએનએલ વિભાગ ના અધિકારીઓ મામલતદાર ની રજુઆત પણ સાંભળતા નથી.
દાખલાની કામગીરી ઠપ્પ
નસવાડી તાલુકામાં વાવાઝોડું આવ્યા બાદ જીસ્વાન ની કનેક્ટિવિટી ખોરવાતા આજે ત્રીજો દિવસ હોવા છતાંય બીએસએનએલ ના અધિકારીઓ જીસ્વાન ની કનેક્ટિવિટી ચાલુ કરી શક્યા નથી જેને લઈને તાલુકા મથક ની કચેરીઓમાં નીકળતા દાખલાઓ ની કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.