
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આરોગ્ય સેવા અંગે ગંભીર અનિમિતતાઓ બહાર આવી છે. કવાંટની મોટી કઢાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં ડોક્ટરના બદલે પટાવાળા દર્દીઓને દવા આપતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ તંત્ર અને તબીબી વ્યવસ્થાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
ગોબાચારી સામે આવી
મોટી કઢાઈ PHC માં પટાવાળાએ દવા આપતી ઝડપાયા, ડોક્ટર હાજર નહોતા. સૈડિવાસન અને મોટી કઢાઈ PHC બંને સેન્ટરોમાં ડોક્ટરો ગેરહાજર હોવાનો આક્ષેપ કરાયો છે. કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાનાં નિરીક્ષણ દરમિયાન સમગ્ર ગોબાચારી સામે આવી છે. અધ્યક્ષે સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ, જેમાં પટાવાળાની જવાબદેહી વિશે પૂછતા ગલ્લા-તલલ્લા જવાબ મળ્યા હતાં.
દર્દીઓ નિઃસહાય
મોટી કઢાઈ આરોગ્ય કેન્દ્રમાં તાળાં લાગેલા જોવા મળ્યા, દર્દીઓ બિનસહાય બની ગયા છે. સ્થાનિકોએ આરોગ્ય વિભાગ સામે શિસ્તભંગના પગલા લેવાની માંગ કરી છે અને ડોક્ટરોની સમયસર હાજરી તથા યોગ્ય સેવા સુનિશ્ચિત કરવી એવી જોરદાર માંગ ઉઠાવી છે. ત્યારે આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર હવે શું પગલા લે છે એ જોવું રહ્યું.સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા ટકાવી રાખવા હવે સઘન દેખરેખ અને જવાબદારીની જરૂર.