છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા માં મતગણતરી શરૂ 119 ગ્રામ પંચાયતોની મતગણતરી અલગ અલગ તાલુકા મથક ઉપર શરૂ થઈ છે. 15 કલાક સુધી મતગણતરી ચાલશે તેવી શક્યતાઓ બેલેટ પેપર થી ચૂંટણી થઈ હોવાથી મત ગણવામાં કર્મચારીઓને ભારે મહેનત કરવી પડશે. છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તાલુકા મથક ઉપર મત ગણતરી સેન્ટરની બહાર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. મતગણતરી સેન્ટર ઉપર વાહનો લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.