છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ચામેઠા ખાતે આવેલા તળાવ ઓવરફ્લો થતા નસવાડી તાલુકાના ચામેઠાથી સંખેડા જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા છે. જેના લીધે વાહન ચાલકો હેરાન પરેશાન સંખેડા જવા માટેનો આ ટૂંકો માર્ગ છે. જીવના જોખમે લોકો માર્ગ ઉપરથી પસાર થાય છે. હાલ તો રોડ ઉપર પાણી ફરી વળતા નજીકમાં ચમરીપીપર ગામ આવેલું છે. ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. નસવાડી તાલુકામાં સતત વરસાદ મધ રાત્રિથી ચાલુ છે.