છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં બે ઇંચથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. નસવાડીમાં ભારે વરસાદ પડતા ઍસ બી સોલંકી વિદ્યામંદિર અને કન્યા શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. એસ બી સોલંકી વિદ્યામંદિર અને ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામોના રસ્તા બંધ થયા છે. નસવાડી કન્યા શાળાનું બિલ્ડિંગ નવું જ બન્યું છે. પરંતુ બિલ્ડિંગ બનાવતી વખતે ઇજેનરોએ રોડના લેવલથી બિલ્ડિંગ નીચું બનાવતા પાણી ભરાયા છે. જેથી ઇજેનરોની બેદરકારી છતી થઈ છે.
6 તાલુકામાં 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા
છોટાઉદેપુર તાલુકામાં 36 એમએમ
પાવીજેતપુર તાલુકાના 61 એમએમ
કવાંટ તાલુકામાં 49 એમએમ
સંખેડા તાલુકામાં 36 એમએમ
બોડેલી તાલુકામાં 26
નસવાડી તાલુકા માં 71 એમએમ