રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં રાતના 2થી સવારના 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ, જ્યારે નસવાડીમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અચાનક આવી પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક છવાઈ છે. બીજી તરફ ખેડૂતોના તૈયાર પાકને પારાવાર નુકસાન થયું છે.
૧૦ વાગ્યા સુધી વરસાદના આંકડા
છોટાઉદેપુર - ૧૬ mm
પાવીજેતપુર - ૨૬ mm
નસવાડી - ૩૪ mm
બોડેલી - ૧૦ mm
સંખેડા - ૧૨ mm
કવાંટ - ૧૨ mm