નસવાડી તાલુકાની કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં કેસરપુરા અને કાળીડોળી ગામનો સમાવેશ છે. આ ગ્રામ પંચાયત અગાઉ 6 ટર્મથી બિનહરીફ થતી હતી. આ વખતે પણ સરપંચમાં તડવી રમેશભાઈ ધમાભાઈ તેમજ વોર્ડના આઠ 1) ભીલ હસમુખભાઈ સોમાભાઈ 2) ભીલ મુકેશભાઈ કરશનભાઈ 3) ભીલ બીપીનભાઇ વિક્રમભાઈ 4) મનસુરી શબ્બીરભાઈ કાદરભાઈ 5) ભીલ શાંતાબેન બાલુભાઈ 6) ભીલ સુમિત્રાબેન ફિરોજભાઇ 7) તડવી સંગીતાબેન પ્રકાશભાઈ 8) હરિજન મંજુલાબેન સુખરામભાઈ આમ આઠ સભ્યો ઉમેદવારી નોંધાવી છે. કાળીડોળી જૂથ ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડમાં બીજા કોઈ સભ્યોએ ઉમેદવારીના નોંધાવતા ગ્રામ પંચાયત વોર્ડના સભ્ય અને સરપંચ ઉમેદવારી નોંધાવતા એક જ ફોર્મ ભરાતા ગ્રામ પંચાયત બિન હરીફ થઈ છે. કાળીડોળી જૂથ ગ્રામ પંચાયત છઠ્ઠી વાર બિન હરીફ થવાનો નસવાડી તાલુકામાં રેકોર્ડ બનાવ્યો છે. આ ગ્રામ પંચાયત બિન હરીફ કરવા માટે માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ અને ગ્રામજનો એક થઈને ગામની એકતા જાળવવા માટે અને ચૂંટણી થાય તો વેરઝેર થાય અને ભાગલા પડે તેના માટે સૌ ગ્રામજનો ભેગા મળી અને ગ્રામ પંચાયતને બિન હરીફ કરવી છે. ગ્રામ પંચાયત બિન હરીફ કરાવવામાં કોઈ પણ નેતાની મદદ લેવામાં ના આવી અને ગ્રામજનોએ એક રેકોર્ડ બનાવ્યો છે.