Home / Gujarat / Chhota Udaipur : Municipality included in 'A' category, hope that new doors of development

Chhotaudepur News: નગરપાલિકા 'અ' વર્ગમાં સામેલ, વિકાસના નવા દરવાજા ખુલે તેવી આશા

Chhotaudepur News: નગરપાલિકા 'અ' વર્ગમાં સામેલ, વિકાસના નવા દરવાજા ખુલે તેવી આશા

છોટાઉદેપુર: છોટાઉદેપુર નગર પાલિકા માટે આજે એક ઐતિહાસિક દિવસ ગણાવવામાં આવે એવો છે, કારણ કે રાજ્ય સરકારે આ નગર પાલિકાને 'બ' વર્ગમાંથી ઉન્નત કરી 'અ' વર્ગમાં સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે જ નગરના વિકાસના નવા દરવાજા ખુલ્યા છે અને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિશ્વાસ અને પ્રયાસોની જીત

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાએ લાંબા સમયથી આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી રહી હતી. નગરની વધતી જતી વસતી, વિસ્તરતી ભૌગોલિક સરહદો અને વિકાસની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આ અંગે સતત સમર્થન અને દબાણ કરવામાં આવ્યું હતું. અંતે તેમના પ્રયાસોને સફળતા મળી છે.

શું છે 'અ' વર્ગમાં સમાવેશનો લાભ?

આ ઐતિહાસિક નિર્ણયની પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, “હું રાજય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું. છોટાઉદેપુર માટે આ નિર્ણય માત્ર વર્ગ પરિવર્તન નહીં પરંતુ વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે. નગરજનોની બહોળી માંગ અને આપનો વિશ્વાસ આજે ફળીયો છે.”નગર પાલિકા ‘અ’ વર્ગમાં સામેલ થતા હવે છોટાઉદેપુરને વધુ નાણાકીય સહાય, બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્રાન્ટ અને વિવિધ રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ મળી શકશે. આથી નગરમાં માર્ગો, ડ્રેનેજ, પાણીની સુવિધાઓ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બેઝ બનવાની સંભાવના છે.

નગરજનોમાં ખુશીની લાગણી

આ સમાચાર જાહેર થયા બાદ નગરના વિવિધ વિસ્તારોમાં નગરજનોમાં આનંદ જોવા મળ્યો. વેપારીઓ, યુવાનો, મોહલ્લા સંઘો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ આ નિર્ણયનું હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું છે. છોટાઉદેપુર નગર પાલિકા માટે ‘અ’ વર્ગમાં સ્થાન મળવું માત્ર પ્રશાસનિક ફેરફાર નહીં પરંતુ ભવિષ્યના ઉજળા રસ્તા તરફનો એક મજબૂત પગથિયું છે. જો આવું જ નેતૃત્વ અને પ્રયાસો ચાલુ રહે, તો નગર આગામી વર્ષોમાં ગુજરાતના વિકસિત નગરો સાથે નામે નામ સાંભળાશે, એવી આશા નગરજનો વ્યક્ત કરી રહ્યાં છે.

Related News

Icon