
છોટાઉદેપુર નગરપાલિકા માં 7 વોર્ડ માં 28 મતદાન મથક બનાવવામાં આવ્યા છે. 21765 મતદારો છે. જેમાં 10965 મહિલા મતદારો છે. જેમાં 10807 પુરુષ મતદારો છે. 28 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. મતદારોની લાઇન ના પડે તે માટે તંત્રએ મતદાન મથકોની સંખ્યા વધારે રાખી છે.
ચુસ્ત બંદોબસ્ત
છોટાઉદેપુર નગરપાલિકાની લઈને હવે મતદાન પ્રક્રિયા માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નગરના સાત વોર્ડમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉચ્ચાધિકારીઓ રાખશે નજર
137 જેટલા પોલીસ કર્મચારીઓ,3 જેટલા પીઆઇ, 11 પીએસઆઇ, 1 ડીવાયએસપી, 21 એસઆરપી, 90 જેટલા જીઆરડી, 58 જેટલા હોમગાર્ડ એમ કુલ 302 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં તેનાત રહેશે. અને મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.